173
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) નાગપુર(Nagpur) જિલ્લામાં એક ભીષણ રોડ અકસ્માતમાં(Road accident) પાંચ લોકોના મોત થઈ ગયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ એક ટવેરા અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં પાંચ લોકોના મોત થયા છે.
મૃતક લોકોમાં ત્રણ મહિલા અને બે પુરુષોનો પણ સમાવેશ થાય છે. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે.
આ દુર્ઘટનામાં મરનારા લોકોનો આંકડો હજૂ પણ વધી શકે છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ટવેરા ગાડી ટ્રકને ઓવરટેક કરી રહી હતી.
આ કાર નાગપુરથી ઉમરેડ તરફ જઈ રહી હતી. ત્યારે એક ટ્રકે ભયંકર રીતે ટક્કર મારી હતી.
ટક્કર(Collision) એટલી જબરદસ્ત હતી કે, ટવેરા ગાડીનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : હવે ‘જ્ઞાનવાપી મસ્જિદ’નું દરેક રહસ્ય ખુલશે. સર્વે કરવા પહોંચી ટીમ; પોલીસ ફોર્સ તૈનાત.. જાણો વિગતે
You Might Be Interested In