Site icon

કર્ણાટક મહારાષ્ટ્રને પોતાની એક ઇંચ પણ જમીન નહીં આપે: કર્ણાટક મુખ્યમંત્રી.

News Continuous Bureau | Mumbai

કર્ણાટકના મુખ્ય પ્રધાન(Chief Minister)બસવરાજ બોમાઈએ( Basavaraj Bommai)સોમવારે મહારાષ્ટ્રના(Maharashtra) નેતાઓને તેમના રાજકીય લાભ(Political gain) માટે કથિત રીતે ભાષાના યુક્તિ અથવા સરહદ મુદ્દાનો(Border issue) ઉપયોગ ન કરવા વિનંતી કરી હતી. તે જ સમયે, તેમણે સ્પષ્ટ કર્યું કે કર્ણાટક તેની એક ઇંચ પણ જમીન પાડોશી રાજ્યને આપશે નહીં. ઘણા કન્નડ(Kannad) ભાષી પ્રદેશો મહારાષ્ટ્રમાં છે તેની નોંધ લેતા, બોમાઈએ કહ્યું કે તેમને કર્ણાટકમાં સમાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન(deputy CM) અજિત પવારે(Ajit pawar) રવિવારે કહ્યું હતું કે તેઓ પડોશી કર્ણાટકના સરહદી વિસ્તારોમાં રહેતા મરાઠી(Marathi) ભાષી લોકોના સંઘર્ષને સમર્થન આપવાનું ચાલુ રાખશે જેથી આવા વિસ્તારોને મહારાષ્ટ્રમાં સામેલ કરવામાં આવે. બોમાઈ અજિત પવાર ના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. બોમ્માઈએ કહ્યું, “હાલમાં મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ છે. તેમની સમગ્ર સરકાર દબાણ હેઠળ છે, તેથી તેઓ ભાષા અને સરહદનો મુદ્દો ઉઠાવે છે. તેઓ તેમના રાજકીય અસ્તિત્વ ને જીવંત રાખવા માટે આવું કરે છે. બેંગલુરુમાં(Bengluru) પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે સરહદ મુદ્દે કર્ણાટકનું વલણ એકદમ સ્પષ્ટ છે અને રાજ્ય કોઈપણ રીતે ઝૂકવાનું નથી. બોમાઈએ કહ્યું, “અમે અમારા ર્નિણયો પર અડગ છીએ, તેઓ (મહારાષ્ટ્ર) પણ તે જાણે છે. હું મહારાષ્ટ્રના નેતાઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજકીય અસ્તિત્વ ને બચાવવા માટે ભાષા કે સરહદના મુદ્દાનો ઉપયોગ ન કરે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીની જીભ ફરી ઘસરી. કહ્યું આ માણસે પહેલા અમારી સોપારી લીધી અને હવે ભાજપની લીધી. 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version