News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કોરોનાના નવા ૧૦૨ કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે એક પણ દરદીનું મોત થયું નથી. બીજી તરફ ૮૫ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઈ છે. હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ ૫૪૯ કેસ છે. હાલ મુંબઈ શહેરના ૧૦ વોર્ડ હોટસ્પોટ બન્યા હોય તેમ કેસ વધી રહ્યા છે.
આ વોર્ડની સૂચીમાં બાંદરા (એચ-વેસ્ટ), એ વોર્ડ (કોલાબા), પરેલ (એફ-સાઉથ વોર્ડ), અંધેરી (કે-પશ્ચિમ વોર્ડ), ખાર (એચ-પૂર્વ વોર્ડ), દાદર, એલ્ફિસ્ટનમાં (જી-સાઉથ વોર્ડ), ગ્રાન્ટ રોડ (ડી વોર્ડ), ગોરેગામ (પી-સાઉત વોર્ડ), ભાડુંપ (એસ વોર્ડ) અને કુર્લા (એલ વોર્ડ)માં દરદીની સંખ્યા વધારે મળી રહી છે. આ વિસ્તારોમાં સાપ્તાહિક દરની વૃદ્ધિ દર ૦.૦૦૮ ટકા થીી ૦.૦૧૭ ટકા છે. ઉલ્લેખનીય છે કે ગત બીજી માર્ચે કોરોનાના દૈનિક કેસ ત્રણ આંકડામાં નોંધાયા હતા. તે પછી પહેલીવાર આટલા કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવી ગયું છે.
આ સમાચાર પણ વાંચો : હાર્દિક પટેલે પોતાના વોટ્સએપ ડીપીમાં કેસરી ખેસ પહેરેલો ફોટો મુકતા અટકળો શરૂ