News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના(UP) મુખ્યમંત્રી(CM)યોગી આદિત્યનાથ(Yogi adityanath) તડફડ નિર્ણય લેવા અને સ્પષ્ટ બોલવા માટે જાણીતા છે. બાદ યોગી આદિત્યનાથે લાઉડસ્પીકરને(Loudspeaker) લઈને ખુલ્લી ચીમકી આપી હતી, તેને પગલે રાજ્યમા 17000 જગ્યાઓ પર મસ્જિદોમાં(Masjid) લાઉડસ્પીકરનો અવાજ ધટાડી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ 125 જગ્યા પરથી લાઉડસ્પીકરને હટાવી પણ દેવામાં આવ્યા હતા.
તાજેતરમાં શોભાયાત્રા અને ધાર્મિક જુલુસ મંજૂરી વગર નહીં કાઢવો યોગીનાથે આદેશ આપ્યો હતો. ત્યારબાદ ધાર્મિક સ્થળો(Religious places) પર લાઉડસ્પીકર વગાડવાને લઈને તેમણે સખતાઈ પૂર્વક વલણ અપનાવ્યું હતું, તેથી રાજ્યના 17,000 લાઉડસ્પીકરનો અવાજ ધીમો થઈ ગયો છે. તો 125 જગ્યાએથી લાઉડસ્પીકર હટી ગયા છે. રાજ્યમાં લાઉડસ્પીકરને લઈને હાઈ કોર્ટે(High court) આપેલા નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું હોવાની પોલીસનું કહેવું છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની ખુલ્લી ધમકી. લાઉડસ્પીકર મામલે આપ્યું આ નિવેદન.. જાણો વિગતે
ઉત્તર પ્રદેશના લો એન્ડ ઓર્ડરના(Law and order) અધિકારીના કહેવા મુજબ ઉત્તર પ્રદેશમાં લાઉડસ્પીકરને લઈને લગભગ 37,344 ધર્મગુરુઓ સાથે વાત થઈ ગઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં સાંપ્રદાયિકતા(Sectarianism) જાળવી રાખવાના ઈરાદે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિથી(birthplace of Shri Krishna) લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે. ગોરખનાર મંદિરના(Gorakhnar temple) પરિસરમાં લાઉડ સ્પીકર નો અવાજ ઘટાડી નાખવામાં આવ્યો છે. એ સિવાય કાનપૂર, લખનૌ, નોએડા સહિતના શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો પરથી પણ લાઉડ સ્પીકર હટાવી દેવામાં આવ્યા છે, તો અમુક જગ્યાએ અવાજ ઓછો કરવામાં આવ્યા છે.