News Continuous Bureau | Mumbai
ઘાસચારા કૌભાંડમાં(ghaschara fraud) આરજેડી(RJD) સુપ્રીમો લાલુ યાદવને(Lalu prasad yadav) વધુ એક રાહત મળી ગઈ છે.
ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં(Doranda Treasury case) RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને જામીન મળી ગયા છે.
ઘાસચારા કૌભાંડ સાથે સંબંધિત આ પાંચમો કેસ છે, જેમાં તેમને ઝારખંડ હાઈકોર્ટે(Jharkhand highcourt) જામીન આપ્યા છે.
જોકે સીબીઆઈએ(CBI) જામીન આપવાનો સખત વિરોધ કર્યો હતો.
આરજેડી ચીફના(RJD chief) વકીલે કહ્યું કે તેમને આ આધાર પર જામીન આપવામાં આવ્યા છે કે તેમણે અડધી સજા ભોગવી છે અને તેમની તબિયત ખરાબ છે. તેઓ ટૂંક સમયમાં મુક્ત થશે.
લાલુ યાદવે 1 લાખ રૂપિયાના બોન્ડ અને દંડ તરીકે 10 લાખ રૂપિયા ભરવા પડશે.
ઉલ્લેખનીય છે કે આરજેડી ચીફ ચારા કૌભાંડ સાથે સંબંધિત ચાર કેસમાં દોષિત ઠર્યા છે અને તેમને જામીન પણ મળી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : વિકાસના નામે ષડયંત્ર. આ રાજ્યમાં 300 વર્ષ જૂના મંદિર પર ફરી વળ્યું બુલડોઝર, કોગ્રેસ સરકાર પર ભડક્યું ભાજપ