માસ્ક પહેરવાને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને આપી દીધી આ ચેતવણી. જાણો વિગતે

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

દેશ(India Covid case)માં છેલ્લા બે દિવસથી કોરોનાના દર્દી (Covid patient)ની સંખ્યામાં ફરી વધારો થયો છે. તેથી કેન્દ્ર સરકારે(Central Govt) તેને ગંભીરતાથી લઈને રાજ્ય સરકાર(State govt)ને ફરી એલર્ટ કરી દીધા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે(Health minister Rajesh Tope)એ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બોલિટી એટલે કે ગંભીર બીમારી ધરાવતા લોકોને માસ્ક (mask)પહેરવા માટેની અપીલ કરી છે.

કોરોના નિયંત્રણમાં આવતા મહારાષ્ટ્ર સરકારે(Maharashtra govt) ગુડી પડવા(Gudi Padwa)ને દિવસે કોરોનાના લગતા તમામ પ્રતિબંધ (Covid Restriction)હટાવી દીધા હતા. સાથે જ માસ્ક પહેરવો પણ મરજિયાત કરી દીધો હતો. જોકે હવે દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવું ફરી ફરજિયાત કરવામાં આવશે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેથી હાલ માસ્ક ફરજિયાત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ જયેષ્ઠ નાગરિક અને ગંભીર બીમારી ધરાવતા લોકોએ માસ્ક પહેરવું યોગ્ય રહેશે.
રાજેશ ટોપેએ એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં વેક્સિનેશન(Vaccination)ને સારો રિસ્પોન્સ મળ્યો છે. બૂસ્ટર ડોઝ(Booster dose)નું પ્રમાણ વધારવાના પ્રયાસ ચાલી રહ્યા છે. દિલ્હી(Delhi)માં કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્યની ટાસ્ક ફોર્સ અને કેન્દ્ર સરકાર(Central Govt) સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : નાનકડા વિરામ બાદ ફરી માસ્કની વાપસી, યુપી બાદ હવે અહીં પણ માસ્ક પહેરવું ફરજિયાત. નિયમનું ઉલ્લંઘન કરનારને થશે આટલા રૂપિયાનો દંડ

મંગળવારે રાજ્યમાં કોરોનાના માત્ર 135 દર્દી નોંધાયા હતા, જેમાંથી 85 દર્દી મુંબઈના(mumbai) હતા. એક સમય હતો જ્યારે મહારાષ્ટ્રમા(maharashtra) રોજના 60,000ની ઉપર કેસ નોંધાતા હતા અને પૂરા દેશમાં સૌથી વધુ કેસ નોંધાતા હતા

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment