News Continuous Bureau | Mumbai
કોરોનાના(Corona virus) વધતા જતા કેસોને જોતા ઉત્તર પ્રદેશ(Uttarpradesh) સરકાર કડક બની છે.
લખનઉ સહિત NCR સાથે જોડાયેલા તમામ જિલ્લાઓમાં માસ્ક(Covid mask) પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશ સરકારે આજે આદેશ જારી કરતા જણાવ્યું કે, નોઈડા(Noida), ગાઝિયાબાદ(Gaziabad), મેરઠ(merath), બાગપત સહિત એનસીઆરના(NCR) બધા જિલ્લાઓ અને લખનૌમાં(Lucknow) માસ્ક પહેરવું ફરજિયાત છે.
સાથે જ આ જિલ્લાઓમાં વેક્સિન ન લીધી હોય એવા લોકોનું વેક્સિનેશન(vaccination) કરવામાં આવી રહ્યું છે.
ઉલેખનીય છે કે અહીં ઉત્તર પ્રદેશમાં હાલમાં કુલ એક્ટિવ કેસોની(Active cases) સંખ્યા 695 છે.
આ સમાચાર પણ વાંચો : લખીમપુર ખીરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને ઝટકો, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા જામીન રદ્દ કર્યા, આટલા સમયમાં સરેન્ડર થવા આદેશ
