News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં લાઉડસ્પીકર(Loudspeaker Row)નો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. નાશિક પોલીસ(Nashik Police) પણ એક્શન મોડમાં આવી ગઈ છે. નાશિક(Nashik)માં 3 મે સુધી ધાર્મિક સ્થળ (Religious Places)પર લાઉડસ્પીકર(Loudspeaker) લગાવવા પરમિશન નહીં લીધી તો અને તેને મંજૂરી વગર વગાડવામાં આવ્યા તો પોલીસ તેની સામે એક્શન લેશે એવી જાહેરાત કરી છે.
એમએનએસ(MNS)ના વડા રાજ ઠાકરે(Raj Thackeray)એ 3 મે બાદ દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકર(Loudspeaker) પર હનુમાન ચાલીસના પાઠ કરવાની જાહેરાત કરી છે. લાઉડ સ્પીકરના વિવાદને કારણે રાજ્યમાં પરિસ્થિતિ વણસી શકે છે. કોમી વિવાદ ઊભો થઈ શકે છે. તેથી મહારાષ્ટ્ર સરકારે ધાર્મિક સ્થળ પર મંજૂરી વિના લાઉડસ્પીકર(Loudspeaker) લગાવવા પર રોક લગાવી દીધી છે. સરકાર (Thackeray Govt) ની જાહેરાત બાદ હવે નાશિક પોલીસ(Nashik Police)પણ સતર્ક થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મસ્જિદોમાં 'લાઉડસ્પીકર' પર રાજકારણ ગરમાયું, રાજ ઠાકરેની ધમકી વચ્ચે ઠાકરે સરકારે લીધો આ મોટો નિર્ણય
નાશિક પોલીસ કમિશનરે એક સર્ક્યુલર(Circular) બહાર પાડીને 3 મે સુધી ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર (Loudspeaker) બેસાડવા માટે પરમીશન લેવાનો આદેશ આપ્યો છે. લાઉડસ્પીકર માટે મંજૂરી નહીં લીધી તો 3 મે બાદ કોઈ પણ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર વાગ્યા તો તેની સામે પોલીસ આકરા પગલાં લેશે એવી ચેતવણી પણ પોલીસે આપી છે.