News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર સરકારને (Maharashtra Govt) સતત ઘેરી રહેલા રાજ ઠાકરે (Raj Thackeray) હવે પોતે મુશ્કેલીમાં આવી ગયા છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ આર્મ્સ એક્ટ(Arms Act) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
રાજ ઠાકરે વિરુદ્ધ (Thane) થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે.
સાથે મનસેના નેતા અવિનાશ જાધવ અને રવિન્દ્ર મોરે વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે.
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ મંગળવારે એક જનસભા દરમિયાન હવામાં તલવાર લહેરાવી હતી.
આ અગાઉ મોહિત કંબોજ, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખ, વર્ષા ગાયકવાડ વિરુદ્ધ પણ આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ થઈ ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો બોલો એક તરફ શિવસેના ભાજપ પર વ્યંગ બાણ ચલાવે છે ત્યારે બીજી તરફ શિવસેનાના સાંસદે ભાજપના વિદેશ મંત્રીના વખાણ કર્યા.