મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની સોશિયલ મીડિયા પર બદનામી કરનારા આટલા લોકોની ધરપકડ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવાર પર સોશિયલ મીડિયા આક્ષેપ જનક વિધાન અને તેમની બદનામી કરનારા અપશબ્દો બોલનારા અને કમેન્ટ કરનારા 15 લોકો સામે રાજ્યના વડગાવ નિંબાળકર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. 

મીડિયા અહેવાલ મુજબ પુણેના 30 વર્ષના યુવકે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે આ 15 લોકોની અટક કરવામાં આવી  હતી.

આ સમાચાર પણ વાંચો : આદિવાસી સમાજના વિરોધથી ડરી સરકાર? નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટને લઈને કેન્દ્ર સરકારે લીધો આ નિર્ણય… જાણો વિગતે

પોલીસના કહેવા મુજબ કાશ્મીરી પંડિતના જીવન પર બનેલી ફિલ્મ ધ કશ્મિર ફાઈલ્સને મહારાષ્ટ્ર કરમુક્ત કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે રાહત આપી તો તમામ રાજ્યોને પણ તે લાગુ પડશે એવું અજીત પવારે વિધાનસભામાં કહ્યું હતું. ત્યાર બાદ તેમના પર ફેસબુકના માધ્યમથી ટીકા કરવામાં આવી હતી. સંબંધિત ફેસબુક યુઝર્સે અજીત પવાર પર આક્ષેપજનક પોસ્ટ કરી હતી. અપશબ્દોવાળી કમેન્ટ પણ હતી. તેના વિરોધમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકર્તાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  ફરિયાદને આધારે વડગાવ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *