Site icon

કાશી વિશ્વનાથ મંદિર-મસ્જિદ વિવાદ પર હાઇકોર્ટમાં આ તારીખથી સુનાવણી ફરી શરૂ થશે.. જાણો શું છે સમગ્ર મામલો

 

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને દાખલ અરજીઓની સુનાવણી હવે 29 માર્ચથી સતત જારી રહેશે. 

જસ્ટિસ પ્રકાશ પડિયાએ વારાણસીમાં અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સુનાવણી દરમિયાન સમયની અછતને કારણે દલીલો પૂર્ણ થઈ શકી ન હોવાથી કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો છે. 

આ પછી પણ ચર્ચા નિયમિતપણે ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. 

અગાઉ, કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને અરજીમાં પક્ષકાર બનાવવાની અરજીકર્તાની વિનંતીને સ્વીકારી હતી.

ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે મંદિર પરિસરનો સર્વે કરવાના વારાણસી કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : દિલ્હી હાઇકોર્ટે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિને મોકલી નોટિસ, આ તારીખે થશે સુનાવણી; જાણો શુ છે સમગ્ર મામલો 

Exit mobile version