189
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પોશાક ન પહેરવાના કર્ણાટક હાઈકોર્ટના આદેશ છતાં હિજાબનો મુદ્દો હજુ શાંત થયો નથી
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં આજે ‘હિજાબ ડે’ મનાવવામાં આવશે.
આજે હિજાબ ડે નિમિત્તે મહિલાઓએ હિજાબ પહેરીને જ ઘરની બહાર નીકળવાનો નિર્ણય જાહેર કર્યો છે.
આ પહેલા ગુરુવારે માલેગાંવના મેદાનમાં હજારો મહિલાઓ હિજાબના સમર્થન માટે એકત્ર થઈ હતી.
આ મેળામાં મૌલાનાએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની સ્કૂલ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Join Our WhatsApp Community