Site icon

 ગુજરાતવાસીઓ કાતિલ ઠંડીથી ઠુઠવાવા રહેજો તૈયાર, ઠંડીના હજુ બે નવા રાઉન્ડ આ મહિનામાં મહિનામાં આવશે; હવામાન વિભાગની આગાહી

Mercury Dips Below 20 Degrees In Mumbai

મુંબઈ બન્યું માથેરાન.. શહેરમાં દિવસેને દિવસે વધી રહી છે ઠંડી..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

સોમવાર.

સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું છે. તાપમાન પણ વધી રહ્યું છે. છેલ્લા સતત ત્રણ દિવસથી ઠંડીનો પારો ૧૦ ડિગ્રીએ યથાવત્‌ રહ્યો છે. રાજકોટમાં શનિવારે પણ લઘુતમ તાપમાન ૧૦.૮ ડિગ્રી જાેવા મળ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ ૨૪ કલાક સુધી આટલું જ તાપમાન રહેશે. કાલથી ચાર દિવસ માટે લઘુતમ તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઊંચું જશે. હજુ ઠંડીના બે રાઉન્ડ બાકી છે. ૪ ફેબ્રુઆરીથી ઠંડીની શરૂઆત થશે. ત્યારબાદ ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધી મિશ્રઋતુ રહેશે. જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી રહેશે.

હવામાન ખાતાનું કહેવું છે કે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ નબળું હોવાથી વાતાવરણમાં કોઈ બદલાવ આવ્યો નથી. ચાર દિવસ સુધી તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઊંચું જવાનું હોવાથી લઘુતમ તાપમાન ૧૨ થી ૧૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮ કે તેનાથી વધુ રહેવાની સંભાવના છે. ત્યાર બાદ ઠંડીનો નવો રાઉન્ડ ચાર ફેબ્રુઆરીએ શરૂ થશે. જે ૬ ફેબ્રુઆરી સુધી જળવાયેલું રહેશે. ત્યાર પછીના એક સપ્તાહ બાદ ફરી એક ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. 

બજેટ સત્ર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રજૂ કર્યું મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ, ગણાવી આ ઉપલબ્ધિઓ 

જોકે, હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી છે કે, ધીમે ધીમે કોલ્ડવેવ ઘટશે. પણ ફેબ્રુઆરીમાં કોલ્ડવેવનો એક રાઉન્ડ ફરી શરૂ થશે. જે ઉત્તર ભારતના મેદાની વિસ્તાર સહિત પશ્ચિમના રાજ્યને અસર કરી શકે છે. જોકે, માર્ચ મહિનાથી વિધિવત ઉનાળો શરૂ થઈ જશે. આ વખતે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયાથી હવામાનમાં પલટો નોંધાય એવી પૂરી શક્યતા છે.  

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version