ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર,
ગાંધીનગરથી પુરી જતી ગાંધીધામ-પુરી એક્સપ્રેસમાં મહારાષ્ટ્રના નંદુરબાર સ્ટેશનથી થોડે દૂર આગ લાગી હતી. ટ્રેનની પેન્ટ્રી બોગીમાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી અને આગની જાણ થતાં જ રેલવે પ્રશાસને સળગતી પેન્ટ્રી બોગીને અન્ય કોચથી અલગ કરી દીધી હતી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
વેસ્ટર્ન રેલેવેના જણાવ્યા મુજબ ગાંધીધામ-પુરી એક્સપ્રેસ સવારના નંદુરબાર સ્ટેશન પર પહોંચી હતી, ત્યારે સવારના 10.35 વાગે અચાનક પેન્ટ્રી કોચમાં આગ ફાટી નીકળી હતી. સ્ટેશન પર રહેલા ફાયર એક્સ્ટીગ્યુશનરની મદદથી આગ ઝડપભેર બુઝાવી દેવામાં સફળતા મળી હતી. એ સાથે જ ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી.
મહાવિકાસ આઘાડીના આ નેતાઓ વસૂલીનો અને પોલીસ બદલીનો રેકેટ ચલાવે છે, ભાજપે કર્યો આરોપ; જાણો વિગત
સદનસીબે આગ સમયસર બુઝાઈ ગઈ હતી અને પેન્ટ્રી કોચને પણ આગ લાગવાની સાથે જ ટ્રેનના અન્ય ડબ્બાથી અલગ કરી દેવામાં આવ્યો હતો. વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ ગાંધીધામ-પુરી એક્સપ્રેસ 22 ડબ્બાની મેલ છે, જેમાં 13મા ડબ્બામાં પેન્ટ્રી કોચ આવેલો છે.