હેં!! આ શહેરનો નગરસેવક જ નીકળ્યો ચંદન તસ્કર, હવે પોલીસે નોંધ્યો ગુનો; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022

શુક્રવાર.

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં તાજેતરમાં કેજ નગર પંચાયત ચૂંટણીમાં નગરસેવક બનેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસનો નગરસેવક સામે ચંદનની દાણાચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેને કારણે ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં જ નગરપંચાયતમાં નવા ચૂંટાયેલા સભ્ય બાળા જાધવ સહિત ત્રણ જણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારને આંચકો, ભાજપના 12 ધારાસભ્યનો નિલંબનને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો; જાણો વિગત

બીડ જિલ્લાના અંબાજોગાઈ કારખાના પરિસરમાં આવેલા ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે ચંદનના ઝાડ કાપવામાં આવતા હતા. પોલીસને મળેલી ટીપને આધારે છાપો મારીને ખેતરમાંથી ગેરકાયદે રીતે કાપેલું ચંદનના ઝાડનો જથ્થો જપ્ત કર્યો હતો. ધરપકડ કરવામાં આવેલા લોકોએ પોલીસને આપેલી  માહિતી મુજબ ચંદનની તસ્કરીમાં સ્થાનિક નગરસેવક બાળા જાધવ હોવાની કબૂલાત કરી હતી.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More