મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અઢી મહિના પછી આવતીકાલે આ જાહેર કાર્યક્રમમાં આપશે હાજરી, જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 જાન્યુઆરી 2022          

મંગળવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લગભગ અઢી મહિના પછી જાહેર સમારંભમાં હાજર રહેશે. 12 નવેમ્બરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી હતી. જે બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પહેલીવાર જાહેર કાર્યક્રમમાં હાજર રહેશે. મુંબઈ મહાનગરપાલિકા શિવાજી પાર્ક ખાતે ગણતંત્ર દિવસના કાર્યક્રમની તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. શિવાજી પાર્ક મેદાનમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ લગભગ અઢી મહિના બાદ તેઓ પ્રથમ વખત આ કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની એચ. એન. રિલાયન્સ હોસ્પિટલમાં સર્જરી થઈ હતી. ત્યારબાદ મુખ્યમંત્રીને 2 ડિસેમ્બરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભાજપે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારી કાર્યો અને જાહેર સભાઓમાં ગેરહાજર રહેવા બદલ ટીકા પણ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફરી સક્રિય થયા છે. બે દિવસ પહેલા તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા શિવસૈનિકોને સંબોધિત કર્યા હતા.

રાષ્ટ્રગીત દરમિયાન વિરાટ કોહલીએ કરી એવી હરકત કે સો. મીડિયા પર થયો ટ્રોલ, જુઓ વાયરલ વીડિયો 

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિધાનસભાનું સત્ર નાગપુરને બદલે મુંબઈમાં યોજાયું હતું. અધિવેશનના અંતિમ દિવસે મુખ્યમંત્રી ગૃહમાં હાજર રહેવાના હતા પરંતુ તેમની ગેરહાજરીમાં સંમેલન યોજાયું હતું.  

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment