ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના વીજ મહાવિતરણને થોડી રાહત મળી છે. રાજ્યના 1280 ગામના ખેડૂતોએ પોતાના બાકી રહેલા વીજળીના બિલ ચૂકવી દીધા છે. એટલે ગામ ડિફોલ્ટરની યાદીમાંથી બહાર આવી ગયા છે.
રાજ્યની કૃષીપંપ વીજજોડણી પોલીસી હેઠળ રાજ્યના 1280 ગામના ખેડૂતોએ પોતાના વીજળીના બાકી રહેલા બિલ પૂરેપૂરા ચુકતા કરી દીધ છે. બાકી રહેલા વીજળીના બિલ ભરનારા ખેડૂતોની સંખ્યા 3,75,254 જેટલી મોટી છે. બાકી રહેલા વીજળીના બિલની રકમ લગભગ બે હજાર 63 કરોડ રૂપિયા જેટલી હોવાનું કહેવાય છે.
વધુ એક પોલીટીશ્યન કોરોનાની ચપેટમાં. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા વિનંતી કરી.
રાજયના ખેડૂતો પાસેથી લગભગ 45,000 કરોડ રૂપિયાના વીજળીના બિલ વસૂલવાના બાકી છે. વીજળીના બાકી રહેલા બિલની રકમ વસૂલ કરવા માટે સરકાર કૃષિ પંપ વીજ જોડણી પોલિસી લાવી હતી. તેમાં બાકી રહેલા વીજળીના બીલની રકમમાં લગભગ 66 ટકા રાહત આપવામાં આવી હતી. તેનો લાભ લઈને 3,75,254 ખેડૂતોએ તેમના બાકી રહેલા બિલ ચૂકવી દીધા હતા. તેને કારણે રાજ્યના 1280 ગામ ડિફોલ્ટરની યાદીમાંથી બહાર આવી ગયા છે. તો 19 લાખ 58 હજાર ખેડૂતોએ આ યોજનામાં ભાગ લેવા પોતાના નામ નોંધાવ્યા છે. 31 માર્ચ સુધી બાકી રહેલા વીજળીના બિલના 50 ટકા રકમ ભરનારાઓને બાકીની રકમ માફ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.