ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે ભયાનક રીતે વધી રહ્યું છે. આમ જનતા બાદ હવે ડોક્ટર્સ અને પોલીસકર્મીઓ પણ કોરોનાથી મોટાપાયે સંક્રમિત થઈ રહ્યા છે જે ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સંક્રમિત થઇ રહ્યા છે. દિલ્હીમાં 300 થી વધારે પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે જેમાંથી ઘણા તો મોટા ઓફિસર્સ પણ સામેલ છે. આ પહેલા મુંબઈમાં પણ ઘણા IPS ઑફિસર્સ કોરોના સંક્રમિત થયા હતા. અહીં 114 પોલીસકર્મીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા હતા. આ દરમિયાન બે અધિકારીઓએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.
સાવધાનઃ રેલવેના ઈન્ટરલોકિંગના કામને કારણે આ રાજયોમાં જતી ટ્રેનોને થશે અસર જાણો વિગત
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસમાં ૮૦ હજારથી વધુ જવાનો છે. તાજેતરમાં દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પોલીસ કર્મચારીઓમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી હતી. એસઓપી મુજબ, તમામ પોલીસ કર્મચારીઓએ ફરજ પર હોય ત્યારે ચહેરા પર માસ્ક પહેરવા જાેઈએ, સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ અને હાથને યોગ્ય રીતે ધોવા અથવા સેનિટાઈઝ કરવા જાેઈએ. કેન્દ્ર સરકારે કોરોના વોરિયર્સને કોરોના રસીનો સાવચેતી ડોઝ આપવાનુ નક્કી કર્યુ છે. જેમાં આરોગ્ય સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને સાવચેતી ડોઝ આપવામાં આવશે.
