Site icon

અરે વાહ! શું વાત છે. મહારાષ્ટ્ર સરકાર સ્કૂલ બસોને થયેલું નુકસાન ઘટાડવા આ પગલું ભરી રહી છે. જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

 બુધવાર.

 મહારાષ્ટ્રમાં સ્કૂલ બસ ઓપરેટરો માટે સારા સમાચાર છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે પહેલી એપ્રિલ, 2020 થી 30 સપ્ટેમ્બર, 2021 સુધી મોટર વ્હીકલ ટેક્સની ચૂકવણીમાં 100% માફીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણયથી  કારણે સરકાર  8.50 કરોડ રૂપિયાની આવક ગુમાવશે.’
કોરોના મહામારી દરમિયાન સરકારે લાદેલા લોકડાઉનની પૃષ્ઠભૂમિ પર સરકારે આ પગલું લીધી હોવાનું કહેવાય છે. રાજ્ય કેબિનેટ બુધવારે ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રસ્તાવને મંજૂરી માટે હાથ ધરશે. સરકારના આ નિર્ણયથી સ્કૂલ બસ ઓપરેટરોની તાણ દૂર થશે એવો વિશ્ર્વાસ સ્કૂલ બસ ઓપરેટરોએવ્યકત કર્યો હતો.

મહારાષ્ટ્ર ઠંડુગાર, 'મિની કાશ્મીર' તરીકે જાણીતા આ હિલ સ્ટેશન પર ઠંડી નો પારો 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના કહેવા મુજબ ડિપાર્ટમેન્ટ દર વર્ષે પ્રતિ સીટ દીઠ રૂ. 100 મોટર વ્હીકલ ટેક્સ વસૂલે છે. એટલે કે 40 સીટવાળા વાહન માટે પ્રતિ વર્ષ 4,000 રૂપિયાનો મોટર વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવે છે. જો કે કોરોના મહામારી અને  લોકડાઉનને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે પહેલી એપ્રિલ, 2020 થી 30 સપ્ટેમ્બર, 2021 સુધી સ્કૂલ બસો માટે મોટર વ્હીકલ ટેક્સમાં 100% માફીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરમિયાન શાળાઓ પણ બંધ હતી. 

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version