182
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મધ્ય ગુજરાતમાં દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરાના વડસર બ્રિજ નજીકની કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થયો છે.
બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 5 કામદારના મોત થયા છે તો કેટલાક કર્મચારીઓ દાઝ્યા છે. ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા. એટલુ જ નહિ, આ બ્લાસ્ટમાં બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે.
બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટન ન થતાં ફાટ્યા હોવાનું અનુમાન છે. હાલ કંપનીનું જી.ઈ.બી નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું.
કાનપુરમાં અખિલેશના ખાસ મનાતા આ બિઝનેસમેનના ઘરે ફિલ્મી સ્ટાઇલમાં પડ્યા દરોડા, એટલા પૈસા મળ્યા કે ગણી ગણીને અધિકારીઓ પણ થાક્યા; જુઓ તસવીરો
You Might Be Interested In