હવે ત્રીજી લહેર આવે તો નવાઈ નહિ! ઓમિક્રોનના ભય વચ્ચે મહારાષ્ટ્રમા આવેલ આટલા યાત્રીઓ ગુમ- એડ્રેસ પર લટકી રહ્યા છે તાળા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

મંગળવાર.

પહેલા કોરોના અને હવે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે.  

આ દરમિયાન ખૂબ જ ચિંતાની વાત એ છે કે, મહારાષ્ટ્રનાં ડોમ્બિવલી, કલ્યાણમાં વિદેશથી આવેલા લગભગ 109 લોકો ગુમ છે.

આ યાત્રીઓ વિશે હાલમાં કંઈ પણ પ્રકારની જાણકારી મળી નથી અને તે લોકોના ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે.

મહારાષ્ટ્રના કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ વિજય સૂર્યવંશીએ મીડિયાને જણાવ્યું કે 109 વિદેશી પ્રવાસીઓ કે જેઓ તાજેતરમાં થાણે જિલ્લાની ટાઉનશિપમાં પરત ફર્યા હતા, જેમની જાણકારી મળી નથી. 

તેમણે કહ્યું કે આમાંથી કેટલાક લોકોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ છે, જ્યારે કેટલાકના એડ્રેસ ખોટા હોવાનું જાણવા મળ્યું છે.

ઓમીક્રોનના જોખમને પહોંચી વળવા BMC એ કસી કમરઃ હોસ્પિટલ અને આરોગ્ય યંત્રણા સજ્જ, કોવિડ સેન્ટરમાં હશે આટલા બેડ; જાણો વિગત
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More