દિલ્હીમાં સાધુ-સંતોએ આંદોલનની તૈયારી કરી દિલ્હીમાં ધરણા પર બેસવાની સંત સમાજની ચીમકી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021 

ગુરુવાર

 અખિલ ભારતીય અખાડા પરિષદના સભ્ય મહંત રવીંદ્ર પુરી મહારાજે સુપ્રીમ કોર્ટના એક આદેશને ટાંકીને કહ્યું હતું કે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં સ્થિત નટરાજ મંદિરમાં સરકારની દખલગીરી નકારી દીધી હતી અને કહ્યું હતું કે મંદિરોનું સંચાલન અને વ્યવસ્થા ભક્તોનું કામ છે. મા કાલિકા સિદ્ધ પીઠ કાલિકાજી મંદિરના મહંત સુરેંદ્ર નાથ અવધૂત મહારાજે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે સરકારને મંદિરોનું પ્રબંધન તુરંત જ સાધુ સંતોને સોંપી દેવું જોઈએ. જો આવું ન કરવામાં આવ્યું તો પુરા દેશમાં સાધુ સંતો આંદોલન કરશે. કૃષિ કાયદાઓની વાપસીને પગલે હવે અન્ય લોકોને પણ સરકાર પાસે પોતાની માગ મનાવવાની તક મળી ગઇ છે. સાધુ સંતો દ્વારા પણ હવે આંદોલનની જાહેરાત કરાઇ છે. દિલ્હીમાં આવેલા સાધુ સંતોએ મઠ-મંદિર મુક્તિ આંદોલનની જાહેરાત કરી છે. સંતોએ હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને સરકારોએ મંદિરો અને મઠ પર નિયંત્રણ ન કરવું જાેઇએ તેવી માગણી કરી છે.   સાધુ સંતોની માગણી છે કે મંદિર કે મઠ પર સરકારનું કોઇ જ નિયંત્રણ ન હોવું જોઈએ અને જાે ખેડૂતો સરકારને ઝુકાવી શકતા હોય તો પછી સાધુ સંતો કેમ નહીં. ખેડૂતોની જેમ જરૂર પડી તો અમે પણ દિલ્હીમાં ધરણા પર બેસી જઇશું અને અમારી માગ સરકાર સુધી પહોંચાડીશું.અખિલ ભારતીય સંત સમિતિના તત્વાવધાનમાં આયોજિત કાર્યક્રમમા મંચ પરથી સાધુ સંતોએ જાહેરાત કરી છે કે જાે ખેડૂતો દિલ્હીના રસ્તા રોકીને ધરણા પર બેસી શકે અને સરકારને ઝૂકાવી શકે તો અમે સાધુ સંતો કેમ તેવું ન કરી શકીએ.

બાળકોને કરોડોની લોટરી લાગી, બીજા દિવસે પરિવાર જનોએ ગામ છોડીને ભાગવું પડ્યું; જાણો આ દેશનો કિસ્સો

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment