ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જમીન હસ્તાંતરણ બાબતે હજી પ્રશ્ન ઉકેલાયો નથી. જ્યારે આ કામમાં ગુજરાતની ઝડપી ગતિ છે. એથી સુરત અને બિલીમોરા માર્ગ પર પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026 સુધીમાં દોડતી થઈ શકે છે.
મંગળવારે યોજાયેલી ઑનલાઇન પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈથી અમદાવાદ-બુલેટ ટ્રેનના કામ વિશે જણાવતી વખતે મહારાષ્ટ્રમાં જમીન હસ્તાંતરણનો પ્રશ્ન ઉકેલવા બાબતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી હતી. બુલેટ ટ્રેન સુરતથી બિલીમોરા પહેલા તબક્કામાં 2026માં શરૂ કરવામાં આવશે એવું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું. આ માર્ગ 50 કિલોમીટરનો છે, જે અંતર બુલેટ ટ્રેન દ્વારા 15 મિનિટમાં કાપી શકાશે.
શું કેપ્ટન અમરિંદર સિંહ ને દિલ્હીમાં આ મંત્રાલય મળશે? અમિત શાહને મળ્યા બાદ અટકળો તેજ
મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં કુલ 432.67 હેક્ટર જમીનની આવશ્યકતા છે. અત્યાર સુધી નૅશનલ હાઇસ્પીડ રેલવે કૉર્પોરેશનની સરકારી અને ખાનગી મળીને 134.31 હેક્ટર જમીન જ મળી છે. એમાં પણ ખાનગી જમીનમાંથી ફક્ત 55 હેક્ટરનો જ સમાવેશ છે. એથી રાજ્યમાં ૩૧ ટકા જમીનનું જ હસ્તાંતરણ થયું છે.