ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે એવા સાત જિલ્લાઓની જાહેરાત કરી છે. જ્યાં ગત ૧૦ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી નથી અને નવા કેસમાં ૫ાંચ ટકા વધારો થયો છે. આ સાત જિલ્લામાં પુણે, અહમદનગર, સતારા, સોલાપુર, સાંગલી, રત્નાગિરિ અને સિંધુદુર્ગનો સમાવેશ થાય છે.
આ અઠવાડિયામાં પુણે, અહમદનગર જિલ્લામાં પૉઝિટિવિટી રેટ અનુક્રમે ૬.૫૮ ટકા અને ૫.૦૮ ટકા હતો. પાછલા દસ દિવસમાં રાજ્યમાં નોંધાયેલા ૪૪,૪૩૭ નવા કોરોના કેસમાંથી ૩૦,૩૧૩ એટલે કે ૬૮ ટકા કેસ પુણેના છે. ત્યાર બાદ અહમદનગરમાં ૧૭ ટકા, સતારામાં ૧૧ ટકા અને સોલાપુરમાં નવ ટકા કેસ છે. જ્યારે સાંગલીમાં કોરોનાના ૫૩ કેસ, રત્નાગિરિમાં ૩૩ અને સિંધુદુર્ગમાં ૧૫ કેસ છે. અત્યારે મહારાષ્ટ્રમાં કુલ ૬૨,૪૫૨ ઍક્ટિવ કેસ છે.
ચોથી ટેસ્ટની વચ્ચે ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો, કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ; આટલા સભ્યો આઇસોલેશનમાં
ઉલ્લેખનીય છે કે જે સાત જિલ્લામાં કોરોના પૉઝિટિવિટી રેટ વધુ છે, ત્યાં ગણેશોત્સવ મોટા પાયે મનાવવામાં આવે એવી શક્યતા છે. એથી આ જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ બગડી શકે છે.