176
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
દેશના ઘણા રાજ્યોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે તો યુપીના મથુરામાં રહસ્યમયી બિમારીએ દેખા દીધી છે.
ફિરોજાબાદમાં આ રહસ્યમયી તાવથી અત્યાર સુુધીમાં 50 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે મથુરામાં અત્યાર સુધીમાં 11 બાળકો સહિત 13 લોકોના મૃત્યુ થયા છે.
ફરહના કૌંહ ગામમાં ફેલાયેલી મહામારીના કારણે ઘણા પરિવારોએ પોતાના ઘરને તાળું મારી દીધું છે અને પોતાના સંબંધીઓના ઘરે ચાલ્યા ગયા છે.
જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ પાણીની સાથે લોકોની તપાસ કરી રહ્યું છે. અત્યાર સુધીના રિપોર્ટમાં ગામમાં ડેન્ગ્યુ અને મેલેરિયાની સાથે કેટલીક અન્ય બીમારીના લક્ષણ પણ મળ્યા છે.
ગામમાં દિલ્હી અને લખનઉની ટીમે પણ કેમ્પ કરીને એ વાત જાણવાની કોશિશ કરી રહી છે કે અંતે ગામમાં ફેલાઈ રહેલી મહામારીનું કારણ શું છે?
You Might Be Interested In