ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર નાગબેરન ત્રાલ વિસ્તારના જંગલોમાં થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદી, પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા.
ઘટના સ્થળની ઘેરાબંદી કરી દેવાઈ છે અને સર્ચ ઑપરેશન ચાલુ છે.
અભિયાન જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેના સાથે મળીને ચલાવી રહી છે
જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાને આ વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાની ખાનગી માહિતી મળી હતી. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
તહેવારોમાં તેલના ભાવ આવશે નિયંત્રણમાં : કેન્દ્ર સરકારે લીધું આ પગલું; જાણો વિગત