Site icon News Continuous Bureau | Mumbai

હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra)  એક ફોન કોલની(phone call) ચર્ચા જાેરશોરથી થઈ રહી છે. કારણ કે આ કોલ શિવસેના પ્રમુખ(Shiv Sena President) ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) પુત્ર આદિત્ય ઠાકરેના(Aaditya Thackeray) નામથી કરવામાં આવ્યો હતો અને કોલ કરનારે ૨૫ હજાર રૂપિયાની માંગ કરી હતી. કોલ યુવા સેનાના(Yuva Sena) એક કાર્યકર્તાને કરવામાં આવ્યો હતો. મામલાની ફરિયાદ બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. યુવા સેનાના કાર્યકર્તાની ફરિયાદના આધાર પર પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.  

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, આદિત્ય ઠાકરેના નામથી એક અજાણ્યા વ્યક્તિએ શિવસેનાના કાર્યકર પાસેથી 25 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ મામલામાં શિવસેનાના કાર્યકરને છેતરપિંડીના પ્રયાસની (Attempted fraud) જાણ થતાં તેણે તરત જ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તે યુપીનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  ધમ્માલ- મુંબઈમાં ગણેશોત્સવમાં સ્કૂલ- કોલેજોમાં આટલા દિવસની રજા જાહેર

અધિકારીએ જણાવ્યું કે ફરિયાદી મધ્ય મુંબઈના દાદરનો રહેવાસી છે અને જ્યારે તેને એક વોટ્સએપ કોલ(WhatsApp call) આવ્યો જેમાં આદિત્ય ઠાકરેની તસવીર હતી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે એફઆઈઆરને(FIR) ટાંકીને કહ્યું કે ફોન કરનારે ફરિયાદી પાસેથી 25,000 રૂપિયાની માંગણી કરી કારણ કે તે તેના મિત્રની મદદ કરવા માંગતો હતો. તેણે જણાવ્યું કે ફોન કરનારે બીજા દિવસે પૈસા પરત કરવાની વાત પણ કરી હતી.

ફરિયાદીને તરત જ ખ્યાલ આવ્યો કે તે છેતરપિંડીનો પ્રયાસ હતો અને તેણે શિવસેનાના પદાધિકારીઓને જાણ કરી. પોલીસે શનિવારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરી છે. જે નંબરથી ફોન કરવામાં આવ્યો હતો તે ઉત્તર પ્રદેશનો હોવાનો શરૂઆતી તપાસથી જાણવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ- શું વાત છે- ગણેશોત્સવ દરમિયાન ભક્તો માટે બેસ્ટ દોડાવશે આ ખાસ બસ- જાણો બસની ખાસિયત

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version