175
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
ગોવા સરકારે કોરોના સંક્રમણને કાબુમાં રાખવા માટે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી કોરોના કરફ્યુ લંબાવ્યું છે.
કરફ્યુ દરમિયાન રાજ્યમાં જાહેર કાર્યક્રમોની સંખ્યા 23 ઓગસ્ટ સુધી મર્યાદિત રહેશે. 50 ટકા લોકો લગ્ન જેવા જાહેર કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. તે જ સમયે, સરકારી કચેરીમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હજુ પણ ચાલુ રહેશે.
રાજ્યમાં પ્રવેશતા લોકો, ખાસ કરીને કેરળથી આવતા લોકો માટે RT-PCR નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ લેવો ફરજિયાત છે.
આ સિવાય રાજ્ય સરકારે નિર્દેશ આપ્યો છે કે સમગ્ર રાજ્યમાં મહત્તમ સંખ્યામાં તપાસ હાથ ધરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર બાદ વધતાં જતાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને પહેલી વાર 9 મેના કરફ્યુ લાદવામાં આવ્યું હતું. ત્યારથી આને કેટલીય વાર વધારવામાં આવી રહ્યું છે.
You Might Be Interested In