ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્રનો લગભગ અડધો ભાગ કોરોનાની રસીથી વંચિત છે, ત્યારે રાજ્યમાં કોરોના રસી માટે વ્યાપક કાળાબજાર ચાલુ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર એક ખાનગી ન્યુઝ ચૅનલ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઑપરેશનને કારણે રસીના કાળાબજારનો પર્દાફાશ થયો છે.
ઔરંગાબાદના વાલુજ પાસેના સજાપુરમાં આરોગ્ય કર્મચારી રસી ચોરીને લોકોને 300 રૂપિયામાં રસી આપતો હતો. દરમિયાન ઔરંગાબાદ પોલીસે આરોગ્ય કર્મચારીની ધરપકડ કરી છે.
ઔરંગાબાદમાં રસીકરણના કાળાબજારના કેસમાં રાજેશ ટોપેએ કાર્યવાહીના આદેશ આપ્યા છે. એ સાથે આરોગ્યપ્રધાને જિલ્લા આરોગ્ય અધિકારીને એક દિવસમાં ઘટનાનો રિપોર્ટ દેવાનો નિર્દેશ આપ્યો છે.
ગોલ્ડન બૉય નીરજ ચોપરાનું દિલ્હી ઍરપૉર્ટ પર થયું ભવ્ય સ્વાગત, સેલ્ફી લેવા ફેન્સની પડાપડી; જુઓ વીડિયો
