મહારાષ્ટ્રના આ સુપ્રસિદ્ધ મંદિર માં કોરોના ના નિયમોનું પાલન ન થતા મંદિર સીલ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

શનિવાર 

મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ તુલજા ભવાની મંદિર ની આસપાસ આવેલા ત્રણ મંદિરોને સીલ કરવામાં આવ્યા છે. આ તમામ મંદિરો ઉપ દેવતાઓના મંદિર છે. અહીં કોરોના ના સમયગાળા દરમિયાન સરકારે લાગુ કરેલા નિયમોનું ઉલ્લંઘન થવાને કારણે તહેસીલદારે આ કડક પગલાં લીધા છે. આ ઉપરાંત તુલજા ભવાની મંદિર ની આસપાસના વિસ્તારમાં પણ કડક સુરક્ષા પુરી પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના અટકવાનું નામ નથી લઇ રહ્યો. આ પરિસ્થિતિમાં પ્રશાસને હવે કડક પગલા લેવાની શરૂઆત કરી છે.

સાવચેત રહેજો! મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા, માત્ર એક જ દિવસમાં આ જિલ્લામાં નોંધાયો 30 નવા કેસ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More