અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ થયા પછી પોર્નોગ્રાફી વિષય ચર્ચાને ચકરાવે ચડયો છે.
પોલીસની સાઇબર ક્રાઈમ સેલ તરફથી મળેલી જાણકારી મુજબ ડિસેમ્બર 2019થી અત્યાર સુધીમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની 15,255 લિંક અપલોડ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના સાયબર વિભાગે ડિસેમ્બર 2019થી અત્યાર સુધીમાં પોર્નોગ્રાફીને લગતા 215 ગુના નોંધીને 105 આરોપીઓની ધરપકડ કરી છે.
મુંબઈમાં લોકડાઉન દરમિયાન ચાર હજારથી વધુ ચાઈલ્ડ પોર્નોગ્રાફીની લિંક ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવી હતી.
આમાંથી માત્ર 11 પ્રકરણમા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે.