ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે.
કોંગ્રેસ ઉત્તર પ્રદેશની તમામ 403 બેઠકો માટે ઉમેદવાર પસંદ કરવામાં લાગી ગઈ છે જેમાંથી 50 નેતાઓને પ્રિયંકા ગાંધીએ ફોન કરીને ચૂંટણી લડવા કહી દીધું છે.
આ એવી બેઠકો છે જેના પર કોંગ્રેસનો સારો એવો જનાધાર છે અને 2017ની ચૂંટણીમાં પણ પાર્ટી 50,000 કરતા વધુ મત મેળવવામાં સફળ રહી હતી.
આ સિવાય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ બાકીની 350 બેઠકો માટે ઉમેદવાર પસંદ કરવા કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટી ઝોનના ઈન્ચાર્જ્સને બેઠક કરીને નામ ફાઈનલ કરવા કહ્યું છે.
