ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 મે 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે, છતાં સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. એથી લૉકડાઉનને પહેલી જૂન બાદ પણ 15 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લૉકડાઉનમાં રહેલા આકરા નિયમો હળવા કરાશે. જેમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દુકાનો ખુલ્લી રાખવાના ટાઇમમાં રાહત આપવામાં આવવાની છે.
હાલ અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલી દુકાનોને સવારના 7થી 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી છે. હવે આ દુકાનો ખુલ્લી રાખવાના કલાકો વધારવામાં આવશે. એટલે 11 વાગ્યા સુધીની મુદતમાં હજી વધારો કરવામાં આવશે. એ સિવાય બીજી અન્ય દુકાનો ખોલવાની મંજૂરી પણ મળશે. જોકે કઈ દુકાનો ખૂલશે તેમ જ કોને મંજૂરી આપવી એનો નિર્ણય સ્થાનિક પાલિકા લેશે. તેમ જ મહારાષ્ટ્રમાં હજી જે જિલ્લામાં કોરોનાનો પૉઝિટિવ રેટ વધારે છે, પરિસ્થિત હજી નિયંત્રણમાં નથી ત્યાં વધુ છૂટછાટ આપવામાં આવશે નહીં.
દેશમાં 44 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, 2.80 લાખથી વધુ લોકો થયા રિકવર ; જાણો આજના નવા આંકડા
સરકાર એ સિવાય જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન શક્ય નથી તેમ જ જ્યાં સુધી વધુમાં વધુ નાગરિકોનું વેક્સિનેશન થાય નહીં ત્યાં સુધી રેસ્ટોરાં, બ્યુટી પાર્લર તથા જિમને ખોલવાની મંજૂરી આપવાની નથી, એવું પણ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.