ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
મહારાષ્ટ્ર સરકારે lockdown લાગુ કર્યા બાદ રિટેલ વેપારીઓ ભારોભાર નુકસાન વેઠી રહ્યા છે. એક તરફ દુકાનોના ખર્ચા અને બીજી તરફ જે માલ ભર્યો છે એની ઉપર થનારું નુકસાન. આ બધું વીત્યા પછી પણ સરકારે વેપારીઓને કોઈ રાહત ન આપી. હવે આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટે કડક વલણ લીધું છે. વેપારીઓ દ્વારા આ સંદર્ભે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. વેપારીઓએ માગણી મૂકી હતી કે જો દુકાનો બંધ રહે છે તો તેમની પાસેથી લાઇસન્સ ફી, રીન્યુઅલ ફી, માલમતા કર વગેરેમાં રાહત આપવી જરૂરી છે. આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટે સરકારી વકીલને આકરા પ્રશ્નો પૂછ્યા હતા. તેમ જ અદાલતમાં એ પ્રશ્ન પણ ઉપસ્થિત રહ્યો હતો કે વેપારીઓને દુકાન બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે કે ઈ-કૉમર્સ કંપનીઓ લોકોના ઘર સુધી માલસામાન પહોંચાડી રહી છે.
શિવસેનાના વરિષ્ઠ નેતા અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ગુપ્ત બેઠક થઈ; કારણ બહાર આવ્યું નથી
હવે આવનારા દિવસો દરમિયાન આ સંદર્ભે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.