ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ અધિકારી સચિન વઝે સામે યુએપીએની કલમ 16 અને 18 હેઠળ ગુનો નોંધ્યો છે. આનો અર્થ એવો થાય છે કે આતંકવાદી કૃત્ય આચરવું, એવો પ્રયાસ કરવો અથવા તેને પ્રોત્સાહન આપવું અથવા આતંકવાદી કૃત્ય કરવા માટે કારણભૂત બનવું.
આ કલમ લાગતા ની સાથે જ સચિન વઝે એવા પોલીસ અધિકારી બની ગયા છે જેમની પર એ ધારા લાગી છે જે આતંકવાદીઓ પર લાગે છે. ઉલ્લેખનીય છે કે સચિન અત્યારે એનઆઈએની કસ્ટડીમાં છે.