167
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આરોગ્યમંત્રી રાજેશ ટોપે તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે આજે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં કડક પ્રતિબંધો સંદર્ભે ચર્ચા થશે. મુંબઈ શહેરમાં રાજ્ય સરકારે પહેલેથી જ કડક પ્રતિબંધો લાદ્યા છે. તેમજ નાગપુર છેલ્લા એક સપ્તાહથી લોકડાઉન હેઠળ છે. તેમ છતાં મુંબઇ, પૂના અને નાગપુરમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર હવે કયા પગલા ઉચકે છે તેની ઉપર સૌ કોઈની નજર છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક પછી સરકાર વધુ કડક પગલાં લઈ શકે છે.
You Might Be Interested In
