ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
પરમબીર સિંહના એક વિસ્ફોટક પત્ર એ રાજનેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાડેલા આરોપોને પડકારવા એક પછી એક નેતા મેદાનમાં આવે છે.
ભાજપે અનિલ દેશમુખે રાજીનામું માંગ્યું છે તેના વિરોધમાં શિવસેનાના રાજ્ય સભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે નેતાઓ ઉપર તો આક્ષેપો તો લાગતા જ હોય છે. તેનાથી જો નેતા રાજીનામાં આપે તો સરકાર કેવી રીતે ચાલે?
હવે સુપ્રીમ લડાઈ. પરમબીર સિંહ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. જાણો શું માંગણી કરી.
શરદ પવારે પણ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગૃહમંત્રી નો પોકળ બચાવ કર્યો હતો. ત્યાં જ એનસીપીના એક નેતા નવાબ મલિકે પરમવીર સિંહના પત્રને પડકાર્યો હતો અને કહ્યું હતું કે ,"એક ષડયંત્રનો ભાગ છે પરમબીર સિંહ દિલ્હીમાં ક્યાં અને કોને મળ્યા છે. એની પણ અમારી પાસે પુરાવા છે".વધુમાં તેમણે તે પત્ર તપાસની પણ માંગ કરી હતી.


Leave a Reply