ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ફેબ્રુઆરી 2021
પુડુચેરીમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર પડી ગઈ છે. અહીં રાહુલ ગાંધી એ પોતાનો પ્રવાસ રાખ્યો છે. તે દરમિયાન પહેલેથી નક્કી થયું હતું કે તેઓ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે.
નક્કી થયેલા કાર્યક્રમમાં રાહુલ ગાંધી જીન્સ પેન્ટ અને ટી-શર્ટ પહેરીને પહોંચી ગયા તેમજ વિદ્યાર્થીઓ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા હતા. આ સમયે એક વિદ્યાર્થીનીએ તેઓને 'સર' કહીને સંબોધ્યા.આ પદવી પર રાહુલ ગાંધીએ વિદ્યાર્થિનીને જવાબ આપ્યો કે મહેરબાની કરીને તમે માત્ર તમારા શિક્ષકોને 'સર' કહીને બોલાવો અને મને ફક્ત રાહુલ કહો. ત્યારબાદ વિદ્યાર્થિનીએ બીજો પ્રશ્ન તેમને પૂછ્યો કે શું તમને ગર્લફ્રેન્ડ છે ? આ પ્રશ્ન પૂછતા ની સાથે જ આખા કાર્યક્રમમાં સહુ કોઈ હસી પડ્યા. ત્યારબાદ રાહુલ ગાંધીએ થોડોક વિરામ લઇ અને પછી જવાબ આપ્યો કે હું આ પ્રશ્નનો જવાબ એકબીજા કાર્યક્રમમાં આપીશ.
એટલે કે રાહુલ ગાંધીએ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું. તેમણે પ્રશ્નનો ના માં જવાબ ન આપ્યો તેમ જ હા પણ પાડી નથી.
