Site icon

ખર્ચ ઘટાડવા ભગવતી હોસ્પિટલમાં કોરોનાની સારવાર બંધ કરાશે.. જાણો સ્થાનિકોનું શું કહેવું છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 સપ્ટેમ્બર 2020

એક બાજુ મુંબઈના અમુક પરાઓમાં રિકવરી રેટ વધી રહ્યો છે. તેને કારણે કોરોનાના કેર સેન્ટરો મનપા બંધ કરી રહી છે. તો બીજી બાજુ ઉત્તર મુંબઈમાં કાંદીવલી સહિત અમુક વિસ્તારોમાં કોરોના નું સંક્રમણ વધુ ઘેરાયું છે . આવા સમયે બોરીવલીની ભગવતી હોસ્પિટલમાં કોરોના નું કેર સેન્ટર બંધ કરવાની વાત સામે આવતા લોકો રોષે ભરાયા છે. કારણ કે હાલ આ વિસ્તારમાં બીજી કોઇ સરકારી હોસ્પિટલ નથી. મલાડ કાંદીવલી થી લઈને દહીંસર સુધીના લોકો માટે ભગવતી હોસ્પિટલ જ સૌથી નજીક હોવાથી લોકોએ સારવાર ચાલુ રાખવાની માંગ કરી છે.  સ્થાનિક જનપ્રતિનિધિઓ એ પણ જનતાની માંગણી સામે ધ્યાન ન આપવામાં આવે તો જોરદાર વિરોધ કરવાના સંકેતો આપ્યા છે.. 

અત્રે એ જાણવું જરૂરી છે કે ઓગસ્ટ માસની શરૂઆતમાં જ બીએમસી કમિશનરે ખર્ચમાં ઘટાડો કરવા માટે મોટા ભાગના કોવિડ19 કેર સેન્ટરની સુવિધા બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. હાલ રિકવરી રેટ વધ્યો હોવાને કારણે મનપા દ્વારા કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતા દર્દીઓને પોતાના ઘરમાં જ કવોરોન્ટીન થવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને કારણે મોટાભાગના સેન્ટરો ખાલી પડયા છે. આથી આ ખર્ચા ઓછા કરવા માટે મનપા એ મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં અનામત રાખવામાં આવેલા સેન્ટરો બંધ કરવાનો નિર્ણય લીધો છે..  પરંતુ ઉત્તર મુંબઈના બોરીવલીમાં આવેલા ભગવતી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલુ રાખવાની સ્થાનિકોની માંગ સામે હજુ સુધી મનપાયે કોઈ પ્રત્યુતર આપ્યો નથી..  આના કારણે સ્થાનિક જનપ્રતિનિધિઓએ આંદોલન કરવાની ચીમકી આપી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version