News Continuous Bureau | Mumbai
ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly election)ની તારીખો જાહેર થવાની રાહ જોવાઈ રહી છે, જેનો અંત આખરે આજે આવી ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે (Election commission of India) આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના(morbi bridge collapse) અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કુલ 4 કરોડ 90 લાખ (4,90,89,765) મતદારો નોંધાયા છે. જેમાં 2.5 કરોડ (2,53,36,610) પુરુષ મતદારો અને 2.37 કરોડ (2,37,51,738) મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે. આ સિવાય સર્વિસ ઇલેક્ટર્સ, PWD અને પ્રથમ વખત વોટ કરનારાનો સમાવેશ થાય છે. પ્રથમ વખત વોટ કરનારાની સંખ્યા 4,61,494 છે.
આ સમાચાર પણ વાંચો : ખૂબ જ કામનું / દૂધમાં મિક્સ કરી ખાવો ફક્ત આ એક વસ્તુ, રોકેટની રફ્તારથી ઘટશે ફેટ