News Continuous Bureau | Mumbai
કોરોનાને(Corona) પગલે છેલ્લા બે વર્ષથી ઉત્સવની ઊવજણીને(festive celebration) આડે રહેલા તમામ પ્રતિબંધો શિંદે-ફડણવીસની સરકારે(Shinde-Fadnavis government) હટાવી દીધા છે. તેથી જન્માષ્ટમીથી(Janmashtami) લઈને ગણેશોત્સવ(Ganesha Festival) ધૂમધામથી ઉજવવામાં આવવાના છે ત્યારે દેશના આઝાદીના(Country's independence) 75 વર્ષની ઉજવણી નિમિત્તે મહારાષ્ટ્રમાં શિંદે-ભાજપની સરકારે(Shinde-BJP government) સિનિયર સિટિઝન(Senior Citizen) અને દહીહાંડી મંડળો(Dahihandi Mandals) માટે મહત્વનો નિર્ણય લીધો છે.
શિંદે ગ્રુપના ધારાસભ્ય મંગેશ કુડાળકરે(MLA Mangesh Kudalakar) તેમના સોશિયલ મિડિયાના(social media) પેજ પર દહીહાંડી મંડળો માટે મહત્વની જાહેરાત કરી છે. તે મુજબ દહીહાંડી મંડળોના ગોવિંદાઓને હવે 10 લાખ રૂપિયાનું વીમાનું સંરક્ષણ મહારાષ્ટ્ર સરકાર તરફથી મળશે. આ વીમા સંરક્ષણના હપ્તા રાજ્ય સરકાર ભરશે.
એ સિવાય મંગેશ કુડાળકરે એવી પણ જાહેરાત કરી છે કે સ્વાતંત્રના અમૃત મહોત્સવ(Amrit Mohotsav) નિમિત્તે આયુષ્યના 75 વર્ષ પૂરા કરનારા જયેષ્ઠ નાગરિકોને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં(state transport bus) મફત પ્રવાસ(free travel) કરવા મળશે.
આ સમાચાર પણ વાંચો : જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી- બનાસકાંઠામાં મેઘ મહેર- આ હાઇવેનો એક તરફનો રસ્તો કરાયો બંધ