News Continuous Bureau | Mumbai
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) જુલાઈ બાદ હવે ફરી વરસાદનો બીજો રાઉડન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં કોંકણ(Konkan) અને મધ્ય મહારાષ્ટ્ર(Madhya Maharashtra) સહિત અનેક વિસ્તારમાં ફરી ચોમાસું (Monsoon) સક્રિય થઈ ગયું છે. રાયગઢ(Raigadh), રત્નાગિરી(Ratnagiri) જેવા વિસ્તારોમાં હવામાન ખાતાએ(Weather department) ફરી એક વખત રેડ એલર્ટ(Red Alert) જાહેર કરી મુશળધાર વરસાદની આગાહી(Heavy rain forecast) કરી છે.
કોંકણના રત્નાગિરી જિલ્લામાં જગબુડી, વશિષ્ઠી અને કાજલી નદીઓ(Kajali rivers) જોખણી સ્તરે પહોંચી ગઈ છે. વરસાદની તીવ્રતાને જોતા મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે રત્નાગીરીની સાથે રાયગઢ, કોલ્હાપુર અને સતારા જિલ્લાના ઘાટ વિસ્તારમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
સમગ્ર દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેથી વેધશાળાએ માછીમારોને 11 ઓગસ્ટ સુધી રાજ્યના દરિયાકાંઠે માછીમારી(Coastal fishing) ન કરવા ચેતવણી પણ આપી છે.
થાણેના(Thane) આંતરિક ભાગો સાથે રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. રત્નાગીરીના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે સવારે 8:30 વાગ્યે 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. દેવરુખ, રાજાપુર મંડલમાં 104 મીમી, કુંભવડે મંડલમાં 124 મીમી, ફણસવાને 115, માભાલે 189 અને લંજમંડલમાં 135 મીમી વરસાદ નોંધાયો હતો. રાજાપુરના નાટે મંડળમાં 158 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે રત્નાગીરીમાં નદી કિનારે આવેલા ડાંગરના ખેતરોને પણ અસર થઈ છે. આરે અને અસગોલી ખાતેના બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સિંધુદુર્ગ જિલ્લાના વૈભવવાડીમાં 270 મીમી વરસાદ નોંધાયો છે.
આ સમાચાર પણ વાંચો : આખરે ફાઇનલ થઈ ગયું- આ તારીખે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બનશે
કોલ્હાપુરમાં(Kolhapur) પણ સતાધાર વરસાદ પડી રહ્યો છે. કોલ્હાપુરના રાધાનગરી(Radhanagari) અને ગઢિંગલાજ વિસ્તારમાં અનુક્રમે 90 મીમી અને ગગનબાવડામાં 152 મીમી વરસાદ સાથે ભારે વરસાદ થયો હતો.