વડાપ્રધાન મોદીએ ભાજપના આ બાગી નેતાને કર્યો ફોન-કહ્યું- મારે કંઈ નથી સાંભળવું ચૂંટણી ના લડશો- જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

દેશના બે રાજ્યો(Assembly election)ની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. હિમાચલ(Himachal) અને ગુજરાત(Gujarat)ની ચૂંટણીઓ પર સમગ્ર દેશની નજર છે. આ જ ક્રમમાં રવિવારે પીએમ મોદી(PM Modi) મંડી પહોંચ્યા હતા. ત્યાં તેમણે જંગી સભાને સંબોધિત કરી હતી. તેમણે જન સમુદાયને સંબોધતા કહ્યું કે કમળનું ફુલ એટલે ભાજપ જ છે, કમળના ફુલ પર મળેલા વોટ તેમને મજબૂત કરશે. 

 

દરમિયાન કોંગ્રેસના નેતાએ વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે હિમાચલના કાંગડા જિલ્લાની ફતેહપુર બેઠકથી અપક્ષ ચૂંટણી લડી રહેલા કૃપલા પરમાર(Kripal Parmar)ને ફોન કર્યો અને ચૂંટણી માંથી હટી જવા કહ્યું છે. વીડિયો મુજબ કૃપાલ પરમારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda)ની પીએમ મોદી સમક્ષ ફરિયાદ પણ કરી ચૂક્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, મારો તમારા પર હક છે. તમારા જીવનમાં મારો કોઈપણ પ્રકારનો રોલ છે કે નહીં? તો પરમાર સામે જણાવે છે તમારો બહું જ મોટો રોલ છે. જો કે, આ વીડિયોની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

 આ સમાચાર પણ વાંચો:  તિરુપતિ મંદિરે જાહેર કરી તેની સંપત્તિની વિગતો- શું સાચે જ તિરુપતિ મંદિરની અધધ આટલા કરોડની સંપત્તિ છે- આંકડો જાણી સૌ ચોક્યા

 

Exit mobile version