News Continuous Bureau | Mumbai
NAMO Mega Job Fair : મુખ્ય પ્રધાન એકનાથ શિંદની વિભાવના હેઠળ અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત દાદા પવારના માર્ગદર્શન હેઠળ, કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગ દ્વારા, યુવાનો અને યુવા આશાવાદીઓના વિચારોને પ્રોત્સાહન આપવા થાણેમાં આગામી ૨૯ મી ફેબ્રુઆરી અને ૧લી માર્ચનાં રોજ નમો મહારોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
હાઇલેન્ડ ગ્રાઉન્ડ, ધોકાલી, માજીવાડા, થાણે (પશ્ચિમ) ખાતે યોજાનારા આ મેળામાં કોંકણ વિભાગ હેઠળના થાણે, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ, મુંબઈ ઉપનગરો, મુંબઈ શહેર જિલ્લાના નોકરી શોધતા યુવાનો અને યુવતીઓ ભાગ લઇ શકશે. આ મેળામાં એક સ્ટાર્ટઅપ એકસ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આ મેળો ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ યોજવાનો હતો. પરંતુ કેટલાક કારણોસર હવે તે ૨૯ મી ફેબ્રુઆરીથી ૧ લી માર્ચ સુધી સવારે ૧૦ થી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે. કૌશલ્ય, રોજગાર, સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલપ્રભાત લોઢાએ મહાએક્સપોમાં રોજગાર ઇચ્છુકો, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને ઈન્ક્યુબેટરોને ભાગ લેવા અપીલ કરી છે.
મંત્રી શ્રી લોઢાએ જણાવ્યું હતું કે ૧૦, ૧૨, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારોનો ત્યાં ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને રોજગારની તકો આપવામાં આવશે. આ બેઠકમાં નામાંકિત કંપનીઓ ભાગ લેશે. જેના માટે ઉમેદવારો નોંધણી કરાવી શકે છે અને https://qr-codes.io/gdhSNd અથવા www.rojgar.mahaswayam.gov.in લિંક ઉપર પણ નોકરી માટે અરજી કરી શકે છે. અહીં એક ઉમેદવાર એક કરતાં વધુ નોકરી માટે અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યુ આપી શકે છે. જોબ ફેર માં જોબ ફેર પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે જે ઉમેદવારો જોબ ફેર પહેલા રજીસ્ટ્રેશન કરાવે છે તેમનો જોબ ફેર ના દિવસે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. નમો મહારોજગાર મેળા દ્વારા બે લાખ યુવક-યુવતીઓને રોજગારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જોબ ફેરને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે તમામ વિભાગોએ સાથે મળીને કામ કરવું પડશે.
આ સમાચાર પણ વાંચો : Khel Mahakumbh : માલવણીમાં થશે ખેલ મહાકુંભનાં અંતિમ રાઉન્ડ અને સમાપન સમારોહ, આ સ્પર્ધાઓની યોજાશે ફાઇનલ
મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટી, મહારાષ્ટ્ર સ્ટેટ ઈનોવેશન સોસાયટી, ડિરેકટોરેટ ઑફ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને લેબર ડિપાર્ટમેન્ટને નમો મહારોજગાર મેળા માટે મહત્તમ નોકરીની જગ્યાઓ પૂરી પાડવા માટે કૌશલ્ય વિકાસ વિભાગ હેઠળ વિવિધ કંપનીઓનો સંપર્ક કરવા અને ખાલી જગ્યાઓની જાહેરાત કરવા સૂચના આપવામાં આવી છે
કોંકણ વિભાગ હેઠળના થાણે, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ, મુંબઈ ઉપનગરો, મુંબઈ સિટી ડિસ્ટ્રિકટમાં તમામ સરકારી, અર્ધ-સરકારી, ખાનગી સંસ્થાઓએ વેબ પોર્ટલ https://rojgar.mahaswayam gov.in પર ઉદ્યોગસાહસિકોની નોંધણી કરીને ખાલી જગ્યાઓની સૂચના/જાહેરાત કરવી જરૂરી છે. જો આ અંગે કોઈ સમસ્યા હોય તો સંબંધિત જિલ્લાના નોડલ ઓફિસર અથવા હેલ્પલાઈન નંબર 1800 120 8040 પર સંપર્ક કરવા વિનંતી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.