News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) નંદુરબાર(Nandurbar) શહેરથી લગભગ 22 કિમી દૂર રાંકા નદી પરના 40 વર્ષ જૂના પુલનો મોટો ભાગનો હિસ્સો ગુરુવારે સવારે 9 વાગ્યાની આસપાસ અચાનક તૂટી પડ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. પરંતુ મહારાષ્ટ્ર-ગુજરાતને(Maharashtra-Gujarat) જોડતો આ પુલ તુટી(bridge collapsed) પડતા વાહન-વ્યવહારને(Transportation) ફટકો પડ્યો છે.
તૂટી પડેલો પુલ, રાજ્યના નેશનલ હાઈવેનો(National Highways of the State) એક ભાગ છે જે નંદુરબારને ગુજરાત સાથે જોડે છે. આ પુલનો દરરોજ સેંકડો ટ્રકો ઉપયોગ કરે છે. ગુજરાતમાંથી ધુળે- અને નાસિક તરફ જતા વાહનો અને ગ્રામીણ નંદુરબારથી(rural Nandurbar) નંદુરબાર શહેર સુધીના પ્રવાસીઓ પણ આ હાઇવેનો ઉપયોગ કરે છે.
નંદુરબારના પાલક મંત્રી વિજય ગાવિતના (Minister Vijay Gawitna) જણાવ્યા મુજબ નંદુરબારથી ગુજરાતને જોડતો પુલ ધરાશાયી થયો હતો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવરાત્રી મહોત્સવની લીધી મુલાકાત- મા અંબેની આરતી કરી- જુઓ વિડીયો
નંદુરબાર ગ્રામીણ તહસીલદાર ભાઈસાહેબ થોરાટે(Bhaisaheb Thorat) મિડિયાને જણાવ્યા મુજબ પુલ તૂટવાને કારણ કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પરથી કોઈ વાહનો પસાર થતા નહોતા. પુલ પર કોઈ તિરાડ હોવાના કોઈ અહેવાલો ન હતા. જિલ્લામાં એક અઠવાડિયાથી વધુ સમયથી વરસાદ પણ પડ્યો નથી, છતાં ગુરુવારે સવારે અચાનક જ પુલનો હિસ્સો તૂટી પડ્યો હતો.
પુલ તૂટી પડવાને કારણે તમામ વાહનોને અન્ય રસ્તાઓ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે. નંદુરબાર પીડબ્લ્યુડીના(PWD) અધિકારીઓના જણાવ્યા મુજબ પુલ રિઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટથી(reinforced cement concrete) બાંધવામાં આવ્યો ન હતો. આ પુલ બનાવવા માટે પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુલનો પાયો હજુ પણ મજબૂત હોવા છતાં, સ્ટ્રક્ચરમાં કેટલાક પત્થરો હલી ગયા હોવાને કારણે પુલ તૂટી પડયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ પુલનું સમારકામ શક્ય નથી. તેથી અહીં નવો પુલ બનાવવો પડશે.
કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય(Local Congress MLA) શિરીષકુમાર નાઈકે(Shirishkumar Naik) પુલ તૂટી પડવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને મિડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નંદુરબાર જિલ્લાના તમામ પુલોનું તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાની તાતી જરૂરિયાત છે. ગ્રામીણ નંદુરબારના લગભગ 50 ગામોના રહેવાસીઓ આ પુલનો ઉપયોગ મુસાફરી માટે કરતા હતા.