ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ મંગળવારે મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમ રહ્યું હતું. નારાયણ રાણેની ધરપકડથી લઈને તેમને જામીન મળવા સુધીનું પ્રકરણ મંગળવાર આખો દિવસ ચાલ્યું હતું. જોકે નારાયણ રાણેની ધરપકડ કરવાનો નિર્ણય સોમવારે તેમણે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદમાં જ લેવામાં આવ્યો હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
કમાલ છે! આ રાજ્યના વિધાનસભ્યે ઉંમરના 49મા વર્ષે આપી દસમા ધોરણની પરીક્ષા, જાણો કેટલા માર્કે પાસ થયા
નારાયણ રાણેના વિવાદાસ્પદ નિવેદન બાદ રાણેને ખાસ કરીને ભાજપને પાઠ ભણાવવાનો એવો મત મહાવિકાસ આઘાડીના મોટા ભાગના નેતાઓએ વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની અંતિમ મંજૂરી લીધા બાદ જ રાણેની ધરપકડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. રાણેની ધરપકડ કરીને તેને પાઠ નહીં ભણાવ્યો તો આ પ્રકારનાં વિધાનો થતાં રહેશે અને આવા વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ શું થઈ શકે છે એ ઠાકરે સરકાર બતાવી દેવા માગતી હતી. એથી કેન્દ્રીય પ્રધાન હોવા છતાં રાણેની ધરપકડ કરવાનો નિર્ણય ઠાકરે સરકારે લીધો હોવાનું કહેવાય છે. રાણે સામે મહારાષ્ટ્રમાં નાશિક, પુણે, મહાડમાં ગુના દાખલ થયા હતા.