Site icon

શું પહેલાંથી નારાયણ રાણેની ધરપકડની યોજના બની ગઈ હતી? પૂરી યોજના પાછળ કોણ છે સૂત્રધાર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ મંગળવારે મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમ રહ્યું હતું. નારાયણ રાણેની ધરપકડથી લઈને તેમને જામીન મળવા સુધીનું પ્રકરણ મંગળવાર આખો દિવસ ચાલ્યું હતું. જોકે નારાયણ રાણેની ધરપકડ કરવાનો નિર્ણય સોમવારે તેમણે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદમાં જ લેવામાં આવ્યો હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

કમાલ છે! આ રાજ્યના વિધાનસભ્યે ઉંમરના 49મા વર્ષે આપી દસમા ધોરણની પરીક્ષા, જાણો કેટલા માર્કે પાસ થયા

નારાયણ રાણેના વિવાદાસ્પદ નિવેદન બાદ રાણેને ખાસ કરીને ભાજપને પાઠ ભણાવવાનો એવો મત મહાવિકાસ આઘાડીના મોટા ભાગના નેતાઓએ વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને  નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની અંતિમ મંજૂરી લીધા બાદ જ રાણેની ધરપકડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. રાણેની ધરપકડ કરીને તેને પાઠ નહીં ભણાવ્યો તો આ પ્રકારનાં વિધાનો થતાં રહેશે અને આવા વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ શું થઈ શકે છે એ ઠાકરે સરકાર બતાવી દેવા માગતી હતી. એથી કેન્દ્રીય પ્રધાન હોવા છતાં રાણેની ધરપકડ કરવાનો નિર્ણય ઠાકરે સરકારે લીધો હોવાનું કહેવાય છે. રાણે સામે મહારાષ્ટ્રમાં નાશિક, પુણે, મહાડમાં ગુના દાખલ થયા હતા.

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version