News Continuous Bureau | Mumbai
પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો નરોડાથી નિરળી અધવચ્ચે પહોંચી ચૂક્યો છે. પીએમના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મોદી-મોદીના નારા એક તરફ લાગ્યા છે ત્યારે બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. 53 જગ્યાએ સ્વાગત કરાયું છે. જેમાં 35 જેટલી જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બન્ને બાજુ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે.
નરોડાથી શરૂ થયેલો આ રોડ શો સૌપ્રથમ કૃષ્ણનગર થઈને હીરાવાડી અને ત્યાંથી શ્યામશિખર થઈને પહોંચ્યો હતો. વડાપ્રધાનનો કાફલો અહીં રોકાયો હતો અને પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમા પર ફૂલ અર્પણ કર્યા હતા. પીએમ મોદીના આગમન પહેલા મુખ્ય માર્ગને જોડતો રસ્તો બ્લોક કરી દેવાતા ટ્રાફિક જામ થયો હતો. ચંદ્રનગર તરફ ટ્રાફિક જામ થયો હતો.
આ સમાચાર પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં બાળાસાહેબ ઠાકરે ના વિડિયો ની એન્ટ્રી, રવિન્દ્ર જાડેજાએ કંઈક એવું ટ્વિટ કર્યું કે બબાલ થઈ….
ઘરણી ધર દેરાસર, પ્રભાત ચોક પાસે અત્યારે લોકો રસ્તા પર મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. પીએમનું સ્વાગ પણ લોકો કરતા જોવા મળી રહ્યા છે. પીએમ મોદી સૌનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં માર્ચ મહિના બાદ આ તેમનો બીજો ભવ્ય રોડ શો સુરતમાં 30 કિમીના લાંબો રોડ શો કરતા અમદાવાદમાં સૌથી મોટો લાંબો રોડ શો છે અંદાજિત 50 કિમી જેટલો રોડ શો છે. કેટલાક રુટ પર પીએમ મોદીના રોડ શોના કારણે BRTSનો રૂટ નેહરુ નગર સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. મોદીને આવકારવા લોકોએ હાથમાં કમળનું પ્રતીક અને માથા પર ભાજપની ટોપી પહેરી હતી.