Site icon

દુનિયાનું બીજું સૌથી મોટું સ્ટેચ્યુ તૈયાર, વડાપ્રધાન મોદી આ તારીખે સંત રામાનુજાચાર્યની પ્રતિમાનું કરશે અનાવરણ; જાણો તેની ખાસ વાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

         
ગુરુવાર 

હૈદરાબાદના મુચિંતલ ખાતે ૨ દિવસીય “શ્રી રામાનુજ સહસ્રાબ્દી સમારોહમ” ની ઉજવણી શરૂ થઈ છે. ૧,૦૩૫ કુંડાઓ સાથે ૨ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ૧૪ દિવસ માટે દરરોજ એક મહાયજ્ઞ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૫ ફેબ્રુઆરીના રોજ શ્રી ચિન્ના જીયર સ્વામી આધ્યાત્મિક પરિવર્તન કેન્દ્રના ૪૦ એકરના વિશાળ પરિસરમાં ૧૧મી સદીના વૈષ્ણવ સંત શ્રી રામાનુજાચાર્યની  ૨૧૬ ફૂટની પ્રતિમા “સ્ટેચ્યૂ એફ ઈક્વાલિટી”નું અનાવરણ કરશે. અને કેટલાક રાજ્યના મુખ્ય મંત્રીઓ પણ આ ઉજવણીમાં ભાગ લેશે. અશ્વવાહન પર ભગવાન રામની પૂજા સાથે ઉત્સવોની શરૂઆત થઈ અને પછી વાસ્તુ આરાધના કરવામાં આવી હતી. સાંજે વિશ્વકસેના આરાધના યોજવાની છે જે પછી અન્ય પૂજાઓ કરવામાં આવશે. ઉજવણીના ભાગ રૂપે ૧૨૮ યજ્ઞશાળાઓ બનાવવામાં આવી હતી અને લગભગ ૫,૦૦૦ વેદ પંડિતો અને ઋત્વિકોને વેદના પાઠ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમજ નારાયણ મંત્રનો જાપ ૧ કરોડ વખત કરવામાં આવશે. હોમ માટે વિવિધ રાજ્યોમાંથી આશરે ૨ લાખ કિલોગ્રામ ગાયનું ઘી મંગાવવામાં આવ્યું છે. 

મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૧૪ ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં હાજરી આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુચિંતલ સ્થિત શ્રી ચિન્ના જયાર સ્વામીના આશ્રમના ૪૦ એકરના વિશાળ પરિસરમાં ૧૧મી સદીના વૈષ્ણવ સંત શ્રી રામાનુજાચાર્યની ૨૧૬ ફૂટની પ્રતિમા “સમાનતાની પ્રતિમા” નું વિશ્વ સમક્ષ ભવ્ય અનાવરણ કરશે. ૧૧મી સદીના મહાન સુધારક અને વૈષ્ણવ સંત રામાનુજાચાર્યની ૨૧૬ ફૂટ ઊંચી પ્રતિમા, જેને સમાનતાની પ્રતિમા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે, તેનું અનાવરણ થવાનું છે. મૂર્તિ સ્થળ અને તેનું પરિસર તેલંગાણાના શમશાબાદમાં ૪૫ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. ત્રિદંડી શ્રી ચિન્ના જયાર સ્વામી દ્વારા મૂર્તિ અને સમગ્ર મંદિર પરિસરની કલ્પના કરવામાં આવી છે. તે વિશ્વની બીજી સૌથી ઊંચી બેઠેલી પ્રતિમા છે. 

જય માતાજી! યાત્રાધામ અંબાજી મંદિરને એનઆરઆઈ માઇભકતે ભેટ સ્વરૂપે આપ્યું આટલા ગ્રામ સોનુ

શ્રી રામાનુજાચાર્ય, જેઓ વૈષ્ણવ ધર્મમાં માનતા હતા, તેઓ ભક્તિ ચળવળના પ્રણેતા હતા. તેમણે માયાવાદની વિભાવનાને દૂર કરી અને ઘણી ગેરસમજો દૂર કરવાનું કામ કર્યું. રામાનુજાચાર્યનો જન્મ ૧૦૧૭માં શ્રીપેરુમ્બુદુરમાં થયો હતો. તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો. તેઓ તમામ સમાજની જીવનશૈલીને સમજતા હતા. તેમણે ભેદભાવ સામે આધ્યાત્મિક ચળવળને પ્રોત્સાહન આપ્યું.

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version