Site icon

Narmada Water : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન ૨૦૨૫ સુધી ૩૦,૬૮૯ MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે

Narmada Water : મુખ્યમંત્રીશ્રીએ તા. ૩૦મી જુન ૨૦૨૫ સુધી નર્મદાનું ૩૦,૬૮૯ MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે.

Narmada Water North Gujarat and Saurashtra will be provided 30,689 MCFT of Narmada water for irrigation and drinking purposes till 30 June 2025.

Narmada Water North Gujarat and Saurashtra will be provided 30,689 MCFT of Narmada water for irrigation and drinking purposes till 30 June 2025.

News Continuous Bureau | Mumbai

Narmada Water :  

Join Our WhatsApp Community

* ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો તથા સૌરાષ્ટ્રના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ અપાશે.
* ૬૦ હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ – તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જન હિતકારી અભિગમ નર્મદા જળ વિતરણથી અપનાવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો – અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ તા. ૩૦મી જુન ૨૦૨૫ સુધી નર્મદાનું ૩૦,૬૮૯ MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Share Market Crash : સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, માર્કેટ ખુલતા જ રોકાણકારોને અધધ આટલા લાખ કરોડ રૂપિયાનું નુકસાન… જાણો માર્કેટની સ્થિતિ..

તદઅનુસાર, ઉત્તર ગુજરાત માટે નર્મદાનું ૧૪૫૩૯ MCFT અને સૌરાષ્ટ્ર માટે ૧૬૧૫૦ MCFT પાણી આપવામાં આવશે. નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલથી આ પાણી પુરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ ૬૦ હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version